मंटो, एक हकीक़त..

‘अगर आपको मेरी कहानियां अश्लील या गंदी लगती हैं, तो जिस समाज में आप रह रहे हैं, वह अश्लील और गंदा है। मेरी कहानियां तो केवल सच दर्शाती हैं।’

– मंटो

जिसे हम “समाज” के नाम से जानते है, उस समाज को आईना दिखाने का काम सालों से लोगों ने किया है, जिसमे एक बेहद जानदार नाम है
“सआदत हसन मंटो”..

पार्टीशन के समय एक और देश अपना स्वरूप लेने की तैयारी में था या ले चूका था जिसका नाम था
‘मंटोस्तान’. चाहे वो लोगों के दिल व् दिमाग पर छा जाना हो या फिर जिंदगी के असली मायने दिखलाना हो…मंटो ने हमेंशा अपनी कलम पे और अपने सच्चे विचारों पे भरोसा किया। हां यह और बात है की जैसे सदियों से चला आ रहा है, लोगों ने उनकी या उनके जैसी कहानियों को गंदा, भद्दा, अश्लील कहा लेकिन अपने अंदर वो लोग ख़ुद भी जानते थे के वे बिलकुल सच लिख रहे है।

जब जब समाज का असली चहेरा अपने आप को छुपाने की कोशिश करता है तब तब मंटो पैदा होतें हैं और होते रहेंगे। फिर भी, मंटो तो सिर्फ एक है…
न भूतो न भविष्यति..

કદાચ આજે લોકો ની માનસિકતા એ હદે વકરી છે કે પોતાના વિચારો નું દર્પણ જો સામે દેખાય તો પોતે જ ડરી જાય છે, અને એટલે જ બીજા પ્રકાર નું વ્યક્તિત્વ હોય એવા માણસો ની શોધ માં રહે છે..
એવા કહેવાતા સમાજ ની પરવાહ ન કરતા આપણે માત્ર એ જ વિચારવું કે “શું સાચું છે ને શું ખોટું”, દરેક માણસ ને એટલી તો સમજ જન્મતા વેંત જ મળી હોય છે. (ન મળી હોય તો એના ભાગ..)

મંટો વિષે આજે એટલે લખવું ગમે છે કે કદાચ હું મારી જાત ને એમના માં બહુ મહદ અંશે જોઈ શકું છુ અને દ્રઢ પણે માનું પણ છું કે દરેક વ્યક્તિ માં એક મંટો હોય છે.
કેમ જીવવું, શું કરવું, શું ન કરવું, ક્યાં શું બોલવું , ક્યાં ન બોલવું જેવી વાહિયાત અને વણમાગી સલાહ આપનારો આ વર્ગ માત્ર પોતાનો અંગત અભિપ્રાય જ જુએ છે , જેનો મને ઘણો અનુભવ છે. સંબંધ રાખવા માટે ક્યારેય કોઈ શરતો ન હોય અને જો હોય તો એ સંબંધ ને ત્યાં જ ટૂંકાવી દેવો એવું હું માનું છું. હા, એટલે જ કદાચ મારા મિત્રો ઓછા છે પણ જે છે એમાં હું ખુશ છું.

સલાહ એક જ એવી વસ્તુ છે જે આ પૃથ્વી પર ઢગલે મોઢે મફત માં મળે છે, તમારે જોઈતી હોય કે ન જોઈતી હોય..
આજે એક વાત ચોક્ક્સ કહીશ કે જો ખરેખર આપ ગુજરાતી માં જેને “આખ્ખા બોલા” કહેવાય એવા હોવ તો આપ મંટો સાહેબ ને વાંચો, ન હો તો પણ વાંચો..
હું એટલો ધનાઢ્ય નથી બાકી દુનિયા ના દરેક માણસ ને એમની એક બૂક વાંચવા જરૂર આપત. એમની દરેક વાર્તા ને જીંદગી માં ક્યાંક ને ક્યાંક તમે તમારી જાત સાથે કે આસપાસ ના બનાવો સાથે રિલેટ કરી શકશો, અને જો ખરેખર આપને એમ લાગે કે ગંદુ કે અશ્લીલ છે તો શરૂઆત નો હિંદી ફકરો પાછો વાંચી જવો.

-પરાગ

Advertisements

  “વિસંગયોગ”

વિશ્વ સંગીત દિવસ અને વિશ્વ યોગ દિવસ.

બંને ની તાસીર એક જ સરખી છે.

1.) શરીર અને મન ને તંદુરસ્ત રાખે છે.

2.) તેના સતત પ્રયોગ થી તાજગી અનુભવાય છે.

3.) આપણને રોગ થી દૂર રાખે છે.

4.) આનંદ અને મોજ ની ચરમસીમા એ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

5.) નિઃસ્વાર્થ, નિઃશુલ્ક સેવા આપી શકાય છે અને લઇ પણ શકાય છે.

6.) તેની મદદ થી જો ઈચ્છા શક્તિ બળવાન હોય તો નજોયેલ કે નમાણેલ લાભ માણી શકાય છે.

યોગ ને સમજવા જેટલો સક્ષમ નથી પણ હજી સુધીના આ નાનકડા આયખા માં સંગીત ને સમજવાનો પ્રયત્ન કર્યો છે તો ચાલો થોડા સંગીત ના સુર છેડીએ…..

सात सुरों का बहता दरिया तेरे नाम तेरे नाम

આજે લખવું એટલા માટે ગમે છે કારણકે બંને અસાધારણ શક્તિ ની ઉજવણી આજે થઇ રહી છે અને એ જોઈ ને ઘણો આનંદ થાય છે. વ્યવહાર અને વાણી માં પણ રોજ આપણે જાણતા અજાણતા જ યોગ કરતા હોઈએ છીયે. સંગીત સાંભળી ને આંખ માં થી દડદડ આંસુ વહી જવા (જેનાથી મન પર નો ભાર હળવો થઇ જાય છે) અથવા અમુક ગીતો સાંભળી ને પોતાની જિંદગી સાથે સરખાવી ને હસી પડવું (એ પણ આપણને તંદુરસ્ત રાખે છે). આ બધું એક પ્રકાર નો યોગ જ છે. ફર્ક માત્ર એટલો જ કે યોગ કરતી વખતે અંગ મરોડ ખુબ જ જરૂરી છે જયારે સંગીત સાંભળતી વખતે મન ની મરોડ જરૂરી છે (ધ્યાન થી ન સાંભળો તો ખ્યાલ જ ન આવે કે તબલા પર મહાન ઉસ્તાદ ઝાકિર હુસૈન છે ને સંતુર વાગે છે કે નથી વાગતું અને વાગે છે તો પંડિત શિવ કુમાર શર્મા વગાડે છે કે કેમ….) આ મન ની મરોડ જ તો તમને સંગીત ના ચાહક બનાવે છે.

કોઈક ને નિરંજન ભગત, લક્ષ્મણ બારોટ, કિર્તીદાન ગઢવી કે ઓસમાણ મીર ને સાંભળી ને મોજ આવી જતી હોય છે તો કોક ને યાન્ની, જોશુઆ બેલ, નોરાહ જોન્સ, અનુષ્કા શંકર કે ઉસ્તાદ અમજદ અલી ખાં સાહેબ ને સાંભળવા માં આનંદ આવતો હોય છે. કોઈક ને મન્નાડે સાહેબ, હેમંત કુમાર, .પી.નૈયર, મહાન નૌશાદસૂરો ના ડેડ સી (Dead Sea)” માં સતત તરતા કરી જાય તો કોઈ સોનુ નિગમ ,જાવેદ અલી , કે.કે. ને પૂજતું હોય છે. ઘણા આફ્રિકન મ્યુઝિક માં મજા લે તો ઘણા ને સ્પેનિશ મ્યુઝિક નો સ્વાદ ગમતો હોય છે . કોઈ જેઝ્ડેવિસ માં મજા લે તો કોઈ પૉપમાઈકલ માં જલસા કરે. ગાડી માં ફુલ વોલ્યુમ પર ઍંરિક ઈગ્લેશિયાસ, જે.લો., ઍમીનેમ એ.આર.રહેમાન કે પછી લિંકીન પાર્ક, ગન્સ એન્ડ રૉઝેસ, મેટાલીકા, પીંક ફ્લોય્ડ સાંભળો અથવા ઘરે બેઠા બેઠા ધીમા અવાજ માં જગજીત સિંહ સાહેબ કે ગુલામ અલીમહેંદી હસન સાહેબ ને સાંભળો.. બસ ચુપ ચાપ સાંભળ્યા જ કરવાનું મન થાય પછી ભલે ને રાત વિતી જાય. એમાં ય જો વરસાદ નું વાતાવરણ હોય એક ગ્લાસ ચા/સ્કૉચ નો હાથ માં હોય ને જતીનલલિત, નદીમશ્રવણ ના ગીતો કે પછી સચિનદેવ બર્મન, શંકરજયકિશન કે પંચમ દા ના ગીતો વાગે તો એને જીવન ની લ્હાણી કેવાય. “જેમ હોળી ની ધાણી સાથે પતાશો વ્હાલો લાગે અને પાટવડી/ખાંડવી પર કોથમરી વ્હાલી લાગે એમ આ સંગીત , દુનિયા ના ગીચ અને સ્વાર્થી વાતાવરણ માં ક્યારે એકાંત અને તમારો પોતીકો એક ખૂણો તમને આપી દે ખબર જ ન પડે

સંગીત એ એક એવો યોગ છે કે જેને કરવા માટે સમય, શક્તિ, નાણાં, સરહદ કે ભાષા ના ગમે તેવા સીમાડા ઓળંગવા વ્હાલા લાગે. એટલે તો નુસરત સાહેબે ને સાંભળવા કે એમના ગીતો ગાવા એ આજે પણ એકેય યોગ થી કમ નથી ને બાકીના (ભારત સિવાય ના કોઈ પણ દેશ ના) ઘણા ઘરો માં આજે પણ કિશોર દા, મોહમ્મદ રફી, સાક્ષાત સરસ્વતી માઁ લતા મંગેશકર કે વડાલી બ્રધર્સ ,સાબરી બ્રધર્સ , ગીતા દત્ત ને સવાર ના ભજન ની જેમ સાંભળવામાં આવે છે. સંગીત એક ખોરાક છે એની લિજ્જત માણવા માટે એના મરી મસાલા (વાદ્યો તેને વગાડનારાઓ તેમજ ગાયકો) અને યોગ્ય સમય ની ધીમી આંચ (સાંભળવા માટે ની ધીરજ અને ટેલેન્ટ ) ખૂબ જ જરૂરી છે. જો એક વખત તમને સંગીત નો આસ્વાદ માણતા આવડી જાય તો પછી બીજી ઘણીખરી આદતો ઝાંખી પડી જાય.

દુનિયા નો કદાચ જ કોઈ ખૂણો એવો હશે કે જે સંગીત ની અમર શક્તિ થી બાકાત રહી ગયો હોય. ઉત્તર થી દક્ષિણ અને ગુજરાતરાજસ્થાન થી આસામબંગાળ સુધી ના દરેક પ્રદેશ પોતાના સંગીત અને નૃત્ય માટે જાણીતા છે. આ તો રહી વાત આપણા દેશ ની, આપણા દેશ ની સરહદ છોડતા જ સંગીત ની એક આખી અલગ દુનિયા તમે જોઈ શકો પછી એ ચાહે મિડલ ઈસ્ટ હોય કે સાઉથ અમેરિકા. દરેક એ દરેક જગ્યા એ પોતાનો સાંસ્કૃતિક સંગીત નો વારસો જળવાયેલો છે. દરેક એ દરેક પરિસ્થિતિ માંથી હજી સુધી સંગીત પોતાનો રસ્તો કાઢી ને આબાદ રહ્યું છે.

(ઉપરોક્ત વાત સમજવા કાં તો તમારે રોમન પોલાન્સકી ની ધ પિયાનિસ્ટ મૂવી જોવી પડે અથવા તો પછી શંકર મહાદેવન વાળું મરાઠી મૂવી કટ્યાર કાળજાત ઘૂસલીજોવું પડે.)

સંગીત એક નશો છે, એક મોજ છે, એક લાગણી છે , અનાહત નાદ છે, લિજ્જત છે , લ્હાણી છે, ઇબાદત છે/ પૂજા છે , અમાનત છે, દુઆ છે, અદભુત છે , અસામાન્ય છે, ગંભીર છે, હાસ્ય છે, રુદન છે, છાંયડો આપતી એક વૃક્ષ ની ઘટા છે , પરસ્પર છે, પારદર્શક છે, અમૂલ્ય છે, સાત સૂર માત્ર ઇશ્ક મહોબ્બત પ્રેમ લવ છે…..

એક આખી અલગ ભાષા છે જે દુનિયા ના બધેજ ખૂણે સરખી છે. જીવન ના સારાનરસા પ્રસંગો ને પણ સંગીત આબેહૂબ દર્શાવી શકે છે. એક એવી અદ્રશ્ય શક્તિ કે જેનાથી ધ્યાન પણ લાગી જાય અને ભલભલુ ધ્યાન ભંગ પણ થઇ જાય. સંગીત ની શક્તિ એ એવી શક્તિ છે કે જેનો સીધો પરચો જ થાય, સીધી પરાકાષ્ઠા જ હોય, બીજો કોઈ અનુભવ જ વચ્ચે ન આવે.

જીવન માં તમે કદાચ બધા સુખ અનુભવી લીધા હોય પણ સોનુ નિગમ નું સંદેશે આતે હૈકે પછી રફી સાહેબ નું મૈં ગાઉં તુમ સો જાઓસાંભળી ને આંખ માં પાણી ન આવ્યું હોય, રૂંવાટા ઉભા ન થયા હોય અને રફી સાહેબ નું આજા રે આ ઝરા આતથા કિશોર દા નું આનેવાલા પલ જાનેવાલા હૈસાંભળી ને અનુક્રમે રોમાન્સ અને રોમાંચ અનુભવ્યો ન હોય તો તમારી જિંદગી અધૂરી છે સાહેબઅધૂરી છે.

મારા ગુરુજી કહે છે કે સંગીત એક સમુદ્ર છે, જો એમાં તરતા અને સાથે સાથે ઊંડા ઉતરતા આવડી જાય તો આખો સમુદ્ર પાર થઇ જાય અને એ પણ ઓછો પડે…”

આખરે એક ફેમસ ગીત ના થોડા શબ્દો..
संगीत में है ऐसी फुहार,

पतझड़ में भी जो लाए बहार

संगीत को ना रोके दीवार,

संगीत जाए सरहद के पार

संगीत माने ना धर्म जात,

संगीत से जुड़ी क़ायनात

संगीत की ना कोई ज़ुबान,

संगीत में है गीता क़ुरान

संगीत में है अल्लाहराम,

संगीत में है दुनिया तमाम

तूफ़ानों का भी रुख मोड़ता है,

संगीत टूटे दिल को जोड़ता है

પરાગ વસાવડા.

मैं ,बस मैं।

download

देखता जब जब अंतर्मन,
बाकी सब तो धुंधला सा,
कांच सा चोखा एक ही दिखता ;
और कौन? बस मैं ही मैं।

इनायत है यह लगता है,
हूं थोडा बस उलझा सा,
फ़ितरत से बस “पाक” रहता ;
कौन जनाब ? बस मैं ही मैं।

कुछ कमीयां कुछ गलतियाँ,
फिर भी खुदा की रहमत सा,
हर्फ व लफ्ज का ठहरा सहमा,
कौन भला ? बस मैं ही मैं।

सोच से रहता बंजारा,
तुट जाउं तो एक तारा सा,
फिर उठता मुखतलिफ खवाबीदा ;
और क्या? बस मैं ही मैं।

कुछ गलतफहमियां कुछ बेपरवाहीयां,
कुछ मुसलसल दर्द सा,
बाद करुं जो ईन सब को,
जो रह गया….
बस मैं ही मैं।

नूर, नजाकत और शिद्दत,
दिख जाए तो आफताब सा,
न दिख पाए तो फिर क्या,
जो रह जाए….
बस मैं ही मैं।

कर ना शिकायत खुद की कभी,
कोई पंछी देख तु उडता सा,
जो धायल हो वह पँख है,
जब हो उडना आगाज़ सा,
फिर तो जो है सोच है……

बिना गिरे “तु” बढ जाए
जो ना बढे वह है “पराग”
फिक्र कि ना फिर बात है
जो बढ जाए……
बस मैं ही मैं।।
बस मैं ही मैं।।

  ”  બસ એક Question ”                   

   goals-inspiration-life-quote-Favim.com-664877

  થઇ ગઈ છે આજ કાલ ભૂલો કરવાની Fashion ,
  પછી તો ચારે કોર બસ Tension જ Tension .

  શક્ય છે કે ક્યારેક તમે પણ પૂછશો તમારી જાત ને બસ એક Question ,
  કંઈક કરવું જરૂરી છે જિંદગી માં With All Time Frustration.??

  જીવી બતાવતા હોય જો આર્મી મેન આટલી કપરી પરિસ્થિતિ માં Without Any Hesitation ,
  શા માટે આપણે ફર્યા કરવું દેશ માં આખો દિવસ With Agitation ??

  શંકા-કુશંકા માં થી ક્યારેક તો બહાર લઇ આવીયે આપણી જાત ને With Some Honest Confession…
  કે પછી ચાલ્યા જ કરવાનું આમ ને આમ With No Perfect Direction ??

  આઝાદી તો બધા ને છે , બધા માણે પણ છે વગર કોઈ Exception,
  તો પછી કોઈ ને આઝાદી આપતી વખતે કેમ થાય છે આટલું Confusion ??

  આશાઓ કરીયે જેટલી તેટલું જ વધે છે Depression ,
  એના કરતા પડતી મૂકી આશાઓ કેમ ના શીખીએ To Live Without Expectation?? .

  વિચાર અને વિમર્શ ના પગથિયાં પર હંમેશા હોય છે એક Fault Section,
  ત્યાંથી જ શરૂઆત થાય છે કંઇક નવુ શીખવાનું Perception.

  સમય ને જ ઉત્તમ બનાવવાનો પ્રયાસ કરીયે,
  શા માટે ભરીએ ચિંતાઓ નું Taxation? ?
  ભરવું જ હોય તો મન ની તિજોરી ને ભરીએ With Some Thoughts Of Love And Passion.

 “મૌનમ સર્વાર્થસાધનમ” ને માણી જોવું પડે ક્યારેક For Any Loving Relation.
   શબ્દ જ નથી હોતા દરેક વાર The Base Of Every Conversation!!!

   વિરામ આપું શબ્દો ને કે થઇ જાય Continuation ??

  આ જ તો મોજ છે મારી અને શબ્દો ની “પરાગ”,
  આને જ તો કેહવાય છે

  “Words Never Fail, If They Are Said In Right Direction”

Parag. 
31-8-16

My Feelings

image

Happy Father’s Day
એ દરેક પિતા ને કે…….

જેમણે પોતે નવો શટૅ ન ખરીદી ને પોતાના – બાળક ના બાળોતીયા માટે પૈસા બચાવ્યા,

જેમણે પોતાની મહેનત ના વૃક્ષ નીચે – બાળક ને છાંયડો આપ્યો,

જેમણે ભૂખ ને દબાવવા નુ શિખી – બાળક ને ભાવતું ખાવાની સલાહ આપી,

જેમણે પોતાના સપનાઓ ને દફનાવી – બાળક ને આઝાદી ની વ્યાખ્યા સમજાવી,

જેમણે રાત-દિવસ નો વિચાર ન કરી- સમય ની કદર કરતા બાળક ને શીખવ્યું ,

જેમણે બેફામ સમાધાન કરી ને – જીવન માં ક્યાંય “ચલાવી ના લેવું” ના ગુણ બાળક માં રોપ્યા,

જેમણે પોતાના કપડાં ની કરચલી ના જોતા – બાળક ને ઈસ્ત્રી વગરના કપડાં “ના” પહેરવા ની સલાહ આપી,

જેમણે પોતાના અશ્રુઓ ને અંદર જ પી જઈ -ખુલ્લા મને હસવાની ભાવના બાળક ને આપી,

જેમણે પોતાનું અપમાન સહન કરી “માં” ના
“ત્યાગ ના તપ” ની કહાણી બાળક ને ગળે ઊતારી,

જેમણે બીજા દરેક ની “ના-ના-ના” સાંભળી હસ્તે મોઢે બાળક ને જીવન જીવવાની  “હા-હા-હા” પાડી,

પળ પળ ના ખર્ચ નો હિસાબ રાખનાર પોતે – બાળક ને “હિસાબ ના કર, તું જલસા કર” ની સલાહ આપી,

પોતાની જીવન-સંગીની સાથે ઝઘડો કરી ને પણ બાળક ની ઈચ્છાઓ ને આવકારી,

જીવવા દે ને જીંદગી એને , પૈસો તો આજે છે કાલે નથી— એક બાપ.

                “બાપ” નું ચારિત્ર “મા” થી ઘણું અલગ હોય છે અને સામ્ય પણ ઘણું હોય છે. અલગ છે એ જોવા કોઈ દ્રષ્ટિ ની જરૂર નથી. પણ સામ્ય છે એ જોવા જીગર ની જરુર હોય છે. બલિદાન ની ભાવના વર્ષો થી મોટે ભાગે જાણતા-અજાણતા પણ બાપ જ શીખવતા આવ્યા છે. Exceptional cases હોય છે એમાં પણ.

પૃથ્વી પર ના બે જ પાત્રો એવા છે (મા-બાપ) કે જેને સમજવા માટે આખું આયખું નીકળી જાય તો પણ રોજ કાંઇક નવું જોવા મળે,અને અંતે તો જયારે વિદાય લે ત્યારે
” ના સમજાયું કે શું કામ આવું કરતા હશે” ની ફીલિંગ્સ તો રહેવાની જ.

કોઈ day મનાવવામાં હું માનતો નથી. પણ special day પર હું આભાર માનવાનું પણ ચુકતો નથી.

મારા , તમારા અને બીજા દરેક પિતા ને ખુબ ખુબ અભિનંદન. આજે રોવા નો મોકો છે , I Love You Pappa કહેવાનો પણ મોકો છે. ચૂકશો નહીં.

3 Idiots ના એક Scene ની જેમ,

“बाप सामने था, Father’s Day भी था….
साला I Love You Papa कह दिया होता तो कुछ और ही बात होती”

Life. Live It. Don’t Leave It.

image

Your Mother Conceives.

You Are Born.

Dreams For You Are Born Even Before You Dream.

You Start Learning.
You Start Receiving Vibes.
You Grow Up.
Your Dreams Grow Up.

Dreams For You Get Even Bigger.
Your Dreams And Their Dreams Clash.
You Get Confused.

You Start Thinking About What To Think.
Whether You Wish Is Right Or Not Right.
“Life Starts”
Everyone Is Perplexed.
Everyone Is Desperate.

Someone Takes Risk Either You Or Them.
If It’s Right,  It’s Just Right Or It’s A Whole Wrong Process From The Day Those Dreams Were Born For You.

If You Take A Risk,  Most Probably You Get Lost,  You Wander.
Then Failure Comes – Surely. But With A Guarantee Of Great Learning If You Have The Guts To Receive It.
You Succeed.
You Become A Parent.
Now You Think What To Dream And What Not To Dream.

Life Is Acceptable In Every Situation But Not Rewritable. Harsh And Not Favorable, But Soothing And Remarkable.

Dream It.  Try Not To Leave It.  Live It.

New Year Is Actually New

This is how I look towards the Inception of the new year.

A New year brings a lot of new hopes, new people, new ideas , splendid thoughts (after filtering from 60 thousand a day), new things to do, new resolutions, new improvements and a lot..

Nevertheless what we have learned from very important and also the least important part of our life – i.e. PAST- what we perceived, will apply and get must be the intensively dedicated work for the new year.sunrise

The dawn is waiting for a new day. Destiny is waiting for the milestones we have set or could not set. Roads less travelled or untravelled are waiting for our Vehicle of hope. Enormous positive energies are already welcoming by giving a push to negativity (one that is not necessary).

All the things that will happen will be new and unknown. So let’s enjoy the beginning of every moment that will cross our path and cherish the softness of nature and fruitfulness of Life.

Let’s bring the party on , blast the unwanted fake feelings with a detonator of new real ones. Let us Cultivate a new thought process that can help every human being and not only us. Give Love, Hope, Motivation.

Learn , Teach,  Be inspired, stay healthy -physically, mentally, spiritually.

Future is not something we await for, It is something we create.

Have a blessed new year ahead.